શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ, કાર્યક્રમની રૂપરેખા, એન્કરીંગ સ્પીચ, વકતૃત્વ સ્પીચ, સુત્રો અને ગીત ડાઉનલોડ કરો
શાળા પ્રવેશોત્સવની પુર્વ તૈયારીરૂપે શાળા કક્ષાએ કરવાની કામગીરી
➡ શાળાને લગતા અગત્યના પત્રકો
- E – General Regester in Excel File
- ધોરણ -૧ માં પ્રવેશ આપવા માટે વાલી ફોર્મના નમુના.
- મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચૂકવણાની મંજુરી માટેના નિયત ફોર્મસ
- ઉચ્ચતર પગારધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મ
- પૂર્ણ વેતન મંજુર કરાવવા માટેની દરખાસ્ત
- શાળા વિકાસ યોજના (School Developement Plan – SDP)
- આપત્તિ વ્યવસ્થાપન યોજના (Disaster Management Plan As per GSDMA)
શાળાકક્ષાએ પ્રવેશોત્સવના આયોજન અંગે મુખ્યત્વે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે
1. પ્રવેશ માટેની પાત્રતા ધરાવતા નીચે પ્રમાણેના બાળકોને પ્રવેશ આપી શિક્ષણ કાર્ય શરૂ કરવું.
- પાત્રતા ધરાવતા તમામ ૧૦૦% બાળકોનું ધોરણ-૧ માં નામાંકન
- પ્રવેશ આપેલ તમામ બાળકોની શક્ય હોય ત્યાં સુધી જન્મ પ્રમાણપત્રના આધારે ત્રણ દિવસમાં CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) ડેટાબેઝમાં એન્ટ્રી કરવી.
- ધોરણ-૧માં પ્રવેશ પામતા વિદ્યાર્થી માટે વિદ્યા પ્રવેશ (Schools Readiness Programme) કાર્યક્રમનો શુભારંભ.
- પાત્રતા ધરાવતા તમામ બાળકોને આંગણવાડીમાં નામાંકન
દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.🠊 શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી. 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧ 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨ 🠊 રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩ |
પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી
- એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું.
- દરેક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી માટે નીચે પ્રમાણેની કાર્યક્રમ સૂચિને અનુસરવી.
- યોગથી નિરોગી, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, પાણી બચાવો, વૃક્ષારોપણ, જમીન સુધારણા, વ્યસનમુક્તિ, કોરોના મહામારી દરમિયાન લેવાની થતી કાળજી(કોરોના એક મહામારી), વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું.
- પદાધિકારીઓ / અધિકારીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, ચંદન, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું.
- પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઈઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્ય પુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે.
- પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે.
મોટા ભાગના સરકારી કર્મચારી સેવાપોથી અંગે નથી જાણતા આ બાબતો. 👉 સેવાપોથીમાં નોંધ થયા બાબતનો એકરાર મેળવવા બાબત. 👉 સેવાપોથી કોના કબજામાં રાખવી? |
- ધો. ૩ થી ૮ માં વર્ષાંત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦% હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.
- દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું.
- વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે આ સાથે સૂચવેલ રૂપરેખા મુજબનું પ્રોત્સાહન રૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું.
- કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.
- કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.
- જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના સ્વઅધ્યયનમાં થયેલ વધારાની ચકાસણી કરવી.
- ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ છે તે સુનિશ્ચિત કરવું.
- G-Shala અને DIKSHA Portalની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું.
- જે બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી.
શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ પરિપત્ર તથા માર્ગદર્શક સૂચનો ડાઉનલોડ કરો. (PDF)
LATEST શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ ડાઉનલોડ કરો. (PDF)
પ્રવેશોત્સવ આયોજન ફાઈલ FRONT PAGE ડાઉનલોડ કરો. (MS WORD)
પ્રવેશોત્સવ આયોજન ફાઈલ FRONT PAGE ડાઉનલોડ કરો. (MS WORD)
SUJAY PATEL દ્વારા તૈયાર કરાયેલ શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ ડાઉનલોડ કરો. (PDF)
વાઘેરવાસ શાળા દ્વારા તૈયાર કરાયેલ શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ ડાઉનલોડ કરો. (MS WORD)
LATEST શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ ડાઉનલોડ કરો. (MS WORD)
શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ 2022-23 ડાઉનલોડ કરો. (MS EXCEL)
શાળા પ્રવેશોત્સવ એન્કરીંગ ફાઈલ ડાઉનલોડ કરો. (PDF)
શાળા પ્રવેશોત્સવ એન્કરીંગ ફાઈલ-2022 (With Latest Update) ડાઉનલોડ કરો. (PDF)
SUJAY PATEL દ્વારા તૈયાર કરાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની રૂપરેખા તથા સુત્રો ડાઉનલોડ કરો. (PDF)
SUJAY PATEL દ્વારા તૈયાર કરાયેલ શાળા પ્રવેશોત્સવ એન્કરીંગ સ્પીચ ડાઉનલોડ કરો. (PDF)
"બેટી બચાવો" સ્પીચ ડાઉનલોડ કરો.
"પાણી બચાવો" સ્પીચ ડાઉનલોડ કરો.
"વૃક્ષારોપણ" સ્પીચ ડાઉનલોડ કરો.
"યોગનું મહત્વ" સ્પીચ ડાઉનલોડ કરો.
"મનુષ્ય તું બડા મહાન હૈ" ગીત ડાઉનલોડ કરો.
0 Comments