Bottom Article Ad

Makan Peshgi Loan Gujarat Forms, Paripatra Download | મકાન પેશગી લોન ગુજરાત

 સરકારી કર્મચારીને મળતી મકાન પેશગી લોનને લગતી તમામ માહિતી તથા પરિપત્રો તથા ફોર્મ ડાઉનલોડ કરો.

               સાતમા પગારપંચના નવા પગારધોરણો ધ્યાને લઇ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીની રકમ તથા તેના ઉપરના વ્યાજદરમાં સુધારો કરવા તથા મકાન બાંધકામ પેશગીના કેટલાક નિયમોમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે મકાન બાંધકામ પેશગી અંગે નીચેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

૧. મળવાપાત્ર મહત્તમ મકાન બાંધકામ પેશગી:

(૧) નવા મકાન (એ હેતુ માટે જમીનની ખરીદી સહિત) કે ફ્લેટના બાંધકામ કરવાના હેતુ માટે સરકારી કર્મચારીના સાતમા પગાર પંચના ધોરણે સરકારી કર્મચારીના ૩૪(ચોત્રિસ) માસિક મૂળ પગાર અથવા મકાન/ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા રૂ.૨૫,૦૦,૦૦૦/- (રૂપિયા પચ્ચીસ લાખ) એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનું નિયત કરવામાં આવે છે. 

What is Web Hosting? 

Web hosting is a service that allows organizations and individuals to post a website or web page onto the Internet. Web hosting is a necessity for any website — it is the physical location of your website on the Internet, an online storage center that houses the information, images, video, and other content that comprises your website. A web hosting service is a type of Internet hosting service that allows individuals and organizations to make their website accessible via the World Wide Web. Web hosts are companies that provide space on a server owned or leased for use by clients, as well as providing Internet connectivity, typically in a data center. Web hosting is the place where all the files of your website live. It is like the home of your website where it actually lives.

(૨) બાંધેલા તૈયાર મકાનની કે ફ્લેટની માલિકીના ધોરણે ખરીદ કરવાના હેતુ માટે સાતમા પગાર પંચના ધોરણે સરકારી કર્મચારીના ૩૪(ચોત્રિસ) માસિક મૂળ પગાર અથવા મકાન/ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા રૂ.૨૫,૦૦,૦૦૦/-(રૂપિયા પચ્ચીસ લાખ) એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનું નિયત કરવામાં આવે છે.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

૨. મકાન બાંધકામ પેશગી માટેનો વ્યાજદર:

(૧) વંચાણે લીધેલ ક્રમ (૫) પરના તા.૨૮/૦૪/૨૦૧૫ ના ઠરાવથી નિયત કરવામાં આવેલ વ્યાજદરના સ્થાને મકાન બાંધકામ પેશગી માટે વાર્ષિક વ્યાજદર ૭.૯% નિયત કરવામાં આવે છે. 

(૨) વંચાણે લીધેલ ક્રમ (૧) પરના તા.૧૩/૧૦/૧૯૯૮ ના ઠરાવથી નોકરી દરમિયાન અવસાન પામેલ સરકારી કર્મચારીઓની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાત માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૫% નિયત કરવામાં આવેલ હતો. તેના સ્થાને માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૨૫% નિયત કરવામાં આવે છે.

Shared hosting is perfect for entry-level website hosting. This is where your website will be stored on the same server as multiple other websites. With a shared hosting plan, all domains share the same server resources, such as RAM (Random Access Memory) and CPU (Central Processing Unit). However, because all resources are shared, the cost of shared hosting plans are relatively low, making them an excellent option for website owners in their beginning stages.

૩. કર્મચારી ૧૮ વર્ષની અંદર નિવૃત્ત થવાનો હોય ત્યારે નિવૃત્તિના જેટલા વર્ષ બાકી હોય તેટલા વર્ષના ૩/૪ ભાગમાં મુદ્દલ અને ૧/૪ ભાગના સમયગાળામાં વ્યાજની વસૂલાત કરવાની રહેશે. પરંતુ આ સંજોગોમાં વસૂલાતનો હપ્તો બેઝિક પગારના ૪૦% થી વધવો જોઇએ નહિ, તે મુજબ પેશગી મંજૂર કરવાની રહેશે. આમ છતાં, બાકી રહેતી મકાન બાંધકામ પેશગી પ્રવર્તમાન નિયમોનુસાર ગ્રેજ્યુઇટીમાંથી વસૂલ કરવાની રહેશે.

૪. પતિ- પત્ની બંને રાજ્ય સરકારના નિયમિત કર્મચારી હોય તો તેવા કિસ્સામાં મકાન બાંધકામ પેશગી મંજૂર કરવા માટે પતિ-પત્ની બંનેની સંયુક્ત આવક ધ્યાને લઇ પેશગી મંજૂર કરવાની રહેશે.

૫. સમગ્ર સેવાકાળ દરમિયાન ફક્ત એક જ વખત મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે.

૬. બાંધકામ ટૂંક સમયમાં શરૂ થનાર હોય અથવા બાંધકામ ચાલુ હોય તેવા ફ્લેટના કિસ્સામાં એકસાથે પેશગી મંજૂર કરવાને બદલે ત્રણ તબક્કામાં પેશગી મંજૂર કરવાની રહેશે. (બાનાખત થયેથી કુલ પેશગીના ૪૦%, ફ્લેટનું સ્ટ્રક્ચર ઉભું થયેથી કુલ પેશગીના બીજા ૪૦% તથા સ્કીમમાં વોટર પંપ, લીફ્ટ, કોમન એરીયા, ઇલેક્ટ્રીક ફીટીંગ વગેરેનું કામ પૂર્ણ થયેથી કુલ પેશગીના બાકી રહેતા ૨૦%)

Hosting is the invisible foundation of the internet. Every website needs a ‘home’, a place where its files are accessible anytime, anywhere. That’s what hosting does. It’s a plot of internet land. If you want a website, it’ll need to be hosted somewhere.

૭. નિયમિત ભરતી પ્રક્રિયાથી નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીના ફિક્સ પગારના પાંચ વર્ષના સમયગાળાને મકાન બાંધકામ પેશગીના હેતુ માટે ધ્યાને લેવાનો રહેશે. પરંતુ નિયમિત પગાર ધોરણમાં નિમણૂકના હુકમો થયા બાદ તેઓને મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે. 

વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે. આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખે જે કેસમાં પેશગી મંજૂર કરવાની બાકી હોય તેવા કેસમાં આ ઠરાવ મુજબ નિર્ણય લેવાનો રહેશે. જે કેસમાં પેશગી મંજૂર કરવાના હુકમો કરવામાં આવેલ હોય તેવા કેસની પુન: વિચારણા કરવાની રહેશે નહિ.

👉 સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો, પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત.

ગુજરાત સરકાર નાણા વિભાગનો ઠરાવ

👉 Click Here To Download 


👉 મકાન મરામત / વિતરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત.

ગુજરાત સરકાર નાણા વિભાગનો ઠરાવ

👉 Click Here To Download 


👉 મકાન બાંધકામ પેશગી મંજુર કરવા માટેની અરજી (pdf). 

👉 Click Here To Download 


👉 મકાન બાંધકામ પેશગી મંજુર કરવા માટેની અરજી (word file). 

👉 Click Here To Download 👈

Post a Comment

0 Comments