નામ, અટક અને જન્મતારીખમાં ફેરફાર કરવાનું ફોર્મ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આપણામાંથી મોટા ભાગના લોકોને અવાર નવાર સરકારી કચેરી અથવા અન્ય જરૂરી સ્થળોએ જયારે ઓળખ, જાતિ, રહેઠાણ, જન્મતારીખ કે રાષ્ટ્રીયતાના પુરાવા તરીકે જયારે વિવિધ પ્રકારના દસ્તાવેજો રજુ કરવાના થતા જ હોય છે. આ પુરાવા રજુ કરતી વખતે એક જ વ્યક્તિના અલગ અલગ દસ્તાવેજોમાં નામ, અટક કે જન્મ તારીખમાં ફેરફાર હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ પ્રકારની મુશ્કેલીથી બચવા અલગ અલગ દસ્તાવેજોમાં અલગ અલગ નામ ધરાવતા વ્યક્તિ એક છે તેવું ગેજેઝમાં પ્રસિદ્ધ કરાવવું પડે છે. આ માટેની સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે.
➡ કેવા કેવા કિસ્સાઓમાં નામ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાવી શકાય?
એક જ વ્યક્તિના અલગ અલગ દસ્તેવેજોમાં અલગ અલગ અલગ નામ હોય.
લગ્ન થવાને લીધે નામમાં ફેરફાર થતો હોય.
પુન:લગ્ન અથવા લગ્ન વિચ્છેદ (ડાઈવોર્સ) થવાને લીધે નામમાં ફેરફાર થતો હોય.
કોઈ બાળક દત્તક લેતા દત્તક લીધેલ બાળકના નામમાં ફેરફાર થતો હોય.
જાતીય પરિવર્તન કરવાથી નામમાં ફેરફાર કરવો હોય.
અન્ય બાબતો.
➡ જરૂરી ડોક્યુમેન્ટ્સ.
નિયત નમુનાનું ફોર્મ (નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.)
ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અંગેનું નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ / એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અથવા નોટરીના સહી સિક્કા સાથેનું ગેઝેટ પ્રસિધ્ધિના હેતુવાળુ અધતન સોગંદનામું અસલમાં રજૂ કરવાનું રહેશે.
તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો
સરકારી આધાર જેમ કે ચૂંટણી ઓળખપત્ર / પાન કાર્ડ / આધાર કાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ / પાસપોર્ટ / રેશનીંગ કાર્ડ / ટેલીફોન બીલ / લાઈટ બીલ / ઘરવેરા બીલમાંથી કોઈપણ એક ફોટો ID તેમજ કોઈપણ એક રહેઠાણનો પુરાવો એમ કુલ બે દસ્તાવેજની સ્વપ્રમાણિત / ખરી નકલ.
ફી ભર્યાની પહોચની સ્વ-પ્રમાણિત નકલ, મનીઓર્ડર પહોચની સ્વ-પ્રમાણિત નકલ.
છૂટાછેડાના કિસ્સામાં સ્ત્રી અરજદારે નામદાર કોર્ટના લગ્ન વિચ્છેદનો હુકમ (ડાયવોર્સ ડીડ)ની સ્વપ્રમાણિત / ખરી નકલ, ગેઝેટ પ્રસિધ્ધીના હેતુવાળુ અસલ સોગંદનામું, (એફીડેવીટ) રજૂ કર્યેથી નામ / અટક અંગે પ્રસિધ્ધિ આપવામાં આવશે.
કુંવારી માતાના કિસ્સામાં બાળકના નામ પાછળ માતાનું નામ પ્રસિધ્ધ કરવા સંયુક્ત ફોટા સહિતનું અસલ સોગંદનામું સૂચના ક્રમાંક-૨ મુજબ તેમજ બાળકના જન્મના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત / ખરી નકલ અરજદારની સહી સાથે નોટિસ ફોર્મ સાથે રજૂ કરવી.
બાળકના નામ પાછળ માતાનું નામ પ્રસિધ્ધ કરવા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચૂકાદાને આધીન છુટાછેડાના કિસ્સામાં બાળકનો કબજો કાયદેસર રીતે માતા પાસે હોય તેવા કિસ્સામાં આધાર રજૂ કર્યેથી તેમજ બાળક અને માતાનું સોગંદનામું (એફિડેવીટ) ના આધારે બાળકના નામ પાછળ માતાનું નામ/અટકને પ્રસિધ્ધિ આપી શકાશે.
જાતિય પરીવર્તનથી સ્ત્રીમાંથી પુરૂષ અથવા પુરૂષમાંથી સ્ત્રી બનેલા અરજદારે નામ ફેરફાર માટે મેડીકલ બોર્ડનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તેમજ સોગંદનામું આપવું.
સરકારી વિવિધ યોજનાઓની માહિતી તથા તેને લગતા ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. |
➡ ફી ની વિગત
રૂ. 200 /- રજીસ્ટ્રેશન ફી છે. જે નોન રીફંડેબલ છે. જે રૂબરૂ અથવા મનીઓર્ડરથી ભરી શકાય છે.
રૂબરૂ ફી સ્વીકારવાનો સમય સોમવાર થી શુક્રવાર સવારના ૧૧:૦૦ થી ૪:૦૦ સુધી.
પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે સવારના ૧૧:૦૦ થી ૨:૦૦ સુધી.
બીજો / ચોથો શનિવાર અને જાહેર રજાના દિવસે તેમજ રીસેશના સમયે બપોરે ૨:૦૦ થી ૨:૩૦ દરમ્યાન રૂબરૂ ફી સ્વીકારવામાં આવતી નથી.
મનીઓર્ડર અને નોટિસ ફોર્મ વ્યવસ્થાપક, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રીડ કલબ રોડ, નવી કલેકટર કચેરી પાસે, રાજકોટ-૩૬૦૦૦૧ ના સરનામે મોકલવું. મનીઓર્ડર અરજદારના જુના નામથી જ મોકલવું અને નોટિસ ફોર્મમાં મનીઓર્ડરની સંપૂર્ણ વિગત દર્શાવવી.
રૂબરૂ અથવા મનીઓર્ડરથી ભરવાની થતી ફી જુના નામથી જ ભરવી.
➡ નામ, અટક અને જન્મતારીખમાં ફેરફાર માટે કરવાની થતી પ્રક્રિયા.
નામ, અટક અને જન્મતારીખમાં ફેરફાર કરાવવા માટે સૌ પ્રથમ નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી, ગાંધીનગર દ્વારા માન્ય નિયત નામુનામાં ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ તમે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અંગેનું નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ / એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અથવા નોટરીના સહી સિક્કા સાથેનું ગેઝેટ પ્રસિધ્ધિના હેતુવાળુ અધતન સોગંદનામું અસલમાં રજૂ કરવાનું રહેશે.
અંગ્રજીમાં નામ પ્રસિદ્ધ કરાવવા માટે આ જ ફોર્મ અંગ્રેજી (CAPITAL LATTERS) માં ભરવું અને સોગંદનામું પણ અંગ્રેજીમાં જ કરવું.
ફોર્મ ભરતી વખતે કોઈ છેકછાક ના થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું.
જુનું નામ બદલીને નવું નામ તથા રહેઠાણના સરનામાની સંપૂર્ણ વિગતો સોગંદનામામાં દર્શાવવાની રહેશે.
નામ/અટક બદલી અંગે પુખ્ત અરજદારે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો નોટિસ ફોર્મ સાથે સહી કરી લગાવવાનો રહેશે.
ફોર્મ સાથે સરકારી આધાર જેમ કે ચૂંટણી ઓળખપત્ર / પાન કાર્ડ/ આધાર કાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ / પાસપોર્ટ /રેશનીંગ કાર્ડ / ટેલીફોન બીલ / લાઈટ બીલ / ઘરવેરા બીલમાંથી કોઈપણ એક ફોટો ID તેમજ કોઈપણ એક રહેઠાણનો પુરાવો એમ કુલ બે દસ્તાવેજની સ્વપ્રમાણિત / ખરી નકલ રજૂ કરવાની રહેશે.
18 વર્ષ કરતા નાની ઉમરના સગીર અરજદારના કિસ્સામાં જરૂરી સોગંદનામું માતા / પિતા / વાલીએ કરવાનું રહેશે.
અરજદાર તેમના પિતાના નામમાં કોઈપણ ફેરફાર કરાવી શકશે નહિ અને જો તેમના પિતાના નામમાં ફેરફાર કરાવવાનું હશે તો તેમના હયાત પિતાએ પ્રથમ નામ-બદલી ફેરફાર કરવાનું રહેશે. સાથોસાથ અરજદારે તે આધારે નામ ફેરફાર માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.
(અ) પરણિત સ્ત્રી પિતાનું નામ/અટક બદલીને પતિનું નામ ધારણ કરવા ઈચ્છતાં હોય તેવા સ્ત્રી અરજદારે લગ્ન અંગેની કંકોત્રી અથવા લગ્નના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત/ખરી નકલ રજૂ કરવાની રહેશે. અથવા તો
(બ) સ્ત્રી અરજદારના લગ્નને લાંબો સમયગાળો વીતી ગયેલ હોય અને લગ્ન પત્રિકા અપ્રાપ્ય હોય તેવા કિસ્સામાં સરકારી રેકર્ડ જેવા કે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડમાં સંબંધિત નામનો ઉલ્લેખ દર્શાવેલ હોય તેવા કિસ્સામાં પતિ અને પત્નિના સંયુક્ત સોગંદનામા તથા જો પતિ હયાત ન હોય તો મરણનું પ્રમાણપત્ર અને સરકારી આધારોને ધ્યાને લઈ નામની પ્રસિધ્ધિ આપી શકાશે.
જન્મ તારીખ અંગેની જાહેરાત સરકારના રાજપત્રમાં પ્રસિધ્ધિ માટે અલાયદુ નિયત ફોર્મ ભરવું અને તે ફક્ત ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધિ આપવામાં આવે છે. સાચી જન્મ તારીખ જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલને માન્ય રાખવામાં આવશે.
➡ નીચેની વિગતોને ગેઝેટ (રાજપત્ર)માં પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
જ્ઞાતિ-પેટા જ્ઞાતિને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
જન્મ સ્થળ ફેરફાર કરવા અંગેની નોટિસને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
અવસાન પામેલા વ્યક્તિઓના નામ ફેરફારના કિસ્સામાં પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
ગુમ થયેલા વ્યકિતના નામમાં ફેરફાર કરવાની માંગણી સ્વીકારવામાં આવતી નથી.
અરજદારના નામ આગળ સંબોધવામાં આવતા વિશેષણ/પદવી/ઉપનામ વિગેરેના ઉલ્લેખ સાથે નામમાં ફેરફારને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
વિદેશી નાગરિકના નામ/અટક બદલી અંગેના ફેરફારને પ્રસિધ્ધિ આપવામાં આવતી નથી.
➡ નામ પ્રસિદ્ધ થયા બાદ ગેઝેટનો અંક મેળવવા માટે.
ગેઝેટનાં e-Publishing ઠરાવ તા. ૦૩-૦૭-૨૦૨૧ ના ક્રમાંક : મદણ/૧૧૨૦૨૦/૬૭૨/ડી-૨ થી કાર્યવાહીનો અમલ થતાં નકલોનું છાપકામ કરવાનું રહેતું ન હોવાથી કોઈપણ કચેરી કે અરજદારોને ગેઝેટની નકલો પુરી પાડવાની વિતરણ કરવાની રહેતી નથી. અરજદારે દર્શાવેલ વેબસાઈટ https://egazette.gujarat.gov.in ઉપરથી અંકની PDF ફાઈલ ડાઉનલોડ કરી જરૂરિયાત મુજબની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
ઓનલાઈન e-Gazette ડાઉનલોડ કરવા માટે :
સૌપ્રથમ https://egazette.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવી.
હોમપેજ પર દર્શાવેલ Search Gazette Here ઓપ્શન પર કલીક કરવું.
મુદ્રણાલયનું નામ Government Press & Stationery, Rajkot પસંદ કરવું.
ઈ-ગેઝેટનો પ્રકાર Ordinary પસંદ કરવો.
ઈ-ગેઝેટનો ભાગ Part-II પસંદ કરવો.
જો ઈસ્યુ નંબર, વર્ષ કે તારીખની વિગત પ્રાપ્ય હોય તો તે મુજબ વિગત ભરવી.
છેલ્લે Search પર કલીક કરવું.
ઈ-ગેઝેટ સર્ચનું પરિણામ લીસ્ટમાં પ્રિવ્યુ પર કલીક કરવાથી ઈ-ગેઝેટનું પ્રથમ પેજ દેખાશે.
ઈ-ગેઝેટ ઈસ્યુની ડાઉનલોડ કરેલ PDF ફાઈલ ખોલી તેમાં અરજદારે જે ભાષામાં ફોર્મ ભરેલ હશે તે ભાષામાં નામ સર્ચ કરી શકાશે.
PDF ફાઈલ વિના મૂલ્યે ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાશે.
ગેઝેટ અંગેની પૂછપરછ માટે Email-Id : gazettehelplinerajkot@gmail.com પર જરૂરી માહિતી સાથે e mail કરી શકાય છે.
0 Comments