બાળકને શાળામાં મોકલવા અંગે વાલીશ્રીએ આપવાની સંમતીનો નમુનો.
શિક્ષણ વિભાગ દ્વારા તારીખ:૧૩/૦૨/૨૦૨૧ ના રોજ પરિપત્ર કરી ગુજરાત રાજ્યની તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ તારીખ :- ૧૮-૦૨-૨૦૨૧ થી ખોલવાનું જાહેર કરેલ છે. જો કે વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ બાળકોને શાળામાં મોકલવા કે ના મોકલવા તે અંગેનો નિર્ણય વિદ્યાર્થીના વાલી કે માતા પિતા દ્વારા લેવાનો રહેશે. બાળકને શાળામાં મોકલતા પહેલા બાળકના માતાપિતા કે વાલીએ શાળાના આચાર્યને બાળકને શાળામાં મોકલવા અંગેની બાહેધરી પણ આપવાની ફરજીયાત રહેશે. આ સંમતી આપ્યા બાદ જ બાળકના વાલી બાળકને શાળામાં મોકલી શકશે.
શાળામાં આવતા તમામ વાલીઓને સરતાથી બાળકના નામ મુજબ જ સંમતિ પત્રક મળી રહે તે માટે અમારા દ્વારા એક સરળ નમુનો બનાવવામાં આવ્યો છે. જે word file અને excel file માં ઉપલબ્ધ છે. આ જેની ખાસિયતો નીચે મુજબ છે.
સંમતી પત્રક in WORD File ની વિશેષતાઓ.
❁ એડિટ કરી વિદ્યાર્થીઓના નામ TYPE કરી શકાશે.
❁ A4 પેપર સાઈઝમાં પેઈજ સેટિંગ.
❁ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબનો નમુનો.
સંમતી પત્રક in EXCEL File ની વિશેષતાઓ.
❁ એક જ ફાઈલમાં એક સાથે 500 વિદ્યાર્થીઓના સંમતી પત્રકની પ્રિન્ટ કાઢી શકાશે..
❁ ફક્ત વિદ્યાર્થીનો નંબર નાખવાથી સમગ્ર ફોર્મ તૈયાર થઇ જશે.
❁ વિદ્યાર્થીઓની નામ, સરનામાં, વાલીના નામ અને વાલીના સંપર્ક નંબર વળી યાદી તૈયાર થઇ જશે.
❁ કેટલા વિદ્યાર્થીઓના સંમતી પત્રક આવ્યા તેની યાદી તૈયાર થઇ જશે.
❁ A4 પેપર સાઈઝમાં પેઈજ સેટિંગ.
❁ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબનો નમુનો.
એક A4 પેપર માં બે સંમતી પત્રકની પ્રિન્ટ કાઢો.
➡ શાળાને લગતા અગત્યના પત્રકો
મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચૂકવણાની મંજુરી માટેના નિયત ફોર્મસ
આપત્તિ વ્યવસ્થાપન યોજના (Disaster Management Plan As per GSDMA)
➡ Unicef દ્વારા તૈયાર કરવામાં આવેલ શાલાઓ ફરી શરૂ કરવા અંગે covid-19 માટે SOP માર્ગદર્શિકા
કોરોના અંગે જાગૃતિ લાવવા અને સજાગ રહેવા માટે શાળા ઉપયોગી બેનર
શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની સામાયિક કસોટી (PAT) ના નિદાન – ઉપચાર તથા પુન: કસોટી માટેના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો. |
બાળકને શાળામાં મોકલવા અંગે વાલીશ્રીએ આપવાની સંમતીનો નમુનો આ મુજબ છે.
પાલ્ય / પુત્ર / પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતી.
વાલી / માતા – પિતાનું નામ
_____________________________
સરનામું:- ______________________
_____________________________
મો. નંબર:- _____________________
તારીખ:- ________/_______/૨૦૨૧
પ્રતિ,
આચાર્યશ્રી,
શાળાનું નામ:-_____________________________
સરનામું:-________________________________
જીલ્લો:-_________________________________
વિષય:- મારા પાલ્ય / પુત્ર / પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતી આપવા બાબત.
શ્રીમાન,
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિમાં સરકારીશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ S.O.P. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર) નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવાનો નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. મારો પાલ્ય / પુત્ર / પુત્રી (નામ)_____________________________આપની શાળામાં ધોરણ :- ____ માં અભ્યાસ કરે છે. મે S.O.P. માં દર્શાવેલ માતાપિતા/વાલીની ભૂમિકાની વિગતો વાંચેલ છે. મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવાની હું સંમતિ આપું છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી દ્વારા સરકારશ્રીની S.O.P. તેમજ કોવીડ-૧૯ અંગેની ગાઈડ લાઈન્સનું પાલન કરવામાં આવશે તેની હું બાહેધરી આપું છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી શાળામાં માસ્ક પહેરીને આવે તેમજ પાણીની બોટલ, નાસ્તો વગેરે ઘરેથી લઈને આવે અને અન્ય સાથે તેની આપ-લે ન કરે તે અંગે તેમને અમોએ સમજ આપેલ છે. મારા પરિવારમાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો તેમજ મારું નિવાસસ્થાન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતું હશે તો હું મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં નહિ મોકલુ તેની ખાતરી આપું છુ.
આપનો વિશ્વાસુ
(સહી)_____________________________
નામ:-_____________________________
ધોરણ 1 થી 5 માં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવા બાબત
શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર નો ઠરાવ
0 Comments