Bottom Article Ad

Jilla Fer Badli Form | Jilla Fer Badli Camp | Jilla Fer Badli seniority list | Jilla Fer Badli Paripatra

જીલ્લા ફેર બદલીને લગતા તમામ ફોર્મ અને પરિપત્રો


➡ જીલ્લા ફેરબદલી અંગેના નિયમો

  • જિલ્લામાં તારીખ ૦૧, જૂન ની સ્થિતિએ ખાલી પડેલ જગ્યા પૈકી ૪૦ ટકા જગ્યાઓ જિલ્લાફેર બદલીથી ભરી શકાશે. જિલ્લા ફેર બદલીથી ભરવાપાત્ર જગ્યાઓના ૫૦ ટકા જગ્યાઓ વિધવા, અપંગ, ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષક દંપતિ તથા વાલ્મિકી સમાજના સભ્યથી ભરી શકાશે અને બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લા ફેરબદલીથી ભરવાની રહેશે. જિલ્લાફેરથી આવનાર શિક્ષકો ન હોય તો આ જગ્યાઓ વિદ્યાસહાયકની સીધી ભરતીથી ભરવાની રહેશે.
  • જિલ્લા ફેરબદલી અંગેની જે તે જિલ્લામાં જિલ્લા ફેર-બદલી રજીસ્ટરમાં નોંધાયેલ પૈકી બાકી (Pending) અરજીઓને પ્રકરણ ક (૪)માં જણાવ્યા મુજબ ચાર વિભાગમાં વહેંચવાની રહેશે. શિક્ષકે રજીસ્ટરમાં નોંધાયેલ પૈકી બાકી (Pending) અરજીઓને પ્રકરણ – ક (૪)માં જણાવ્યા મુજબ ચાર વિભાગમાં વહેંચવાની રહેશે. શિક્ષકે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના જે વિભાગ માટે પસંદગી(Option) આપેલ હોય અને સ્વીકારવામાં આવેલ હોય તે જ વિભાગમાં તેમનો સમાવેશ કરવાનો રહેશે. આ અંગે મૂળ અરજીની સીનીયોરીટીની તારીખ યથાવત રાખવાની રહેશે.
  • જિલ્લા ફેરબદલી ઈચ્છતા શિક્ષકોએ જે તે વર્ષની ૧ લી ડીસેમ્બરથી ૩૧ મી ડીસેમ્બર સુધીમાં જિલ્લા ફેરબદલી અંગેની અરજી નિયત ફોર્મમાં પોતાના જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએ મળેલી અરજીઓનું વિભાગવાર ક(ર) મુજબ અને જિલ્લાવાર વિભાજન કરી આવી અરજીઓ સંબંધિત જિલ્લાઓને તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની વખતોવખતની સૂચના અનુસાર રૂબરૂ કેમ્પમાં મોકલવાની રહેશે.
  • ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષકોની મૂળ જિલ્લાની નોકરીની દાખલ તારીખના આધારે જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉપરની વિગતે મળેલી અરજીઓ શ્રેયાનતા મુજબ જિલ્લા ફેરબદલી રજીસ્ટરમાં નોધવાની રહેશે અને જિલ્લાફેર બદલીમાં નોંધાયેલો શિક્ષકનો નોંધણી ક્રમ દર્શાવતી પહોંચ (વર્ષ સહિત) સંબંધિત શિક્ષકને તુરત જ મોકલવાની રહેશે.
  • જિલ્લાફેર બદલીના કિસ્સામાં ઉપર ક(૨)માં જણાવ્યા પ્રમાણે વિભાગ મુજબ અરજીઓના ગ્રુપ પાડીને જ બદલી કરવાની રહેશે અને જે તે વિભાગ પ્રમાણે બદલી થઈ શકશે. એટલે કે, પ્રાથમિક શિક્ષકની સામે વિભાગ પ્રમાણે બદલી થઈ શકશે. એટલે કે, પ્રાથમિક શિક્ષકની સામે પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની સામે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વિષયના વિભાગ પાડીને જ બદલી કરી શકાશે અને તે પ્રમાણે શિક્ષકની મૂળ જિલ્લાની દાખલ તારીખના આધારે નોકરીની કુલ લંબાઇ અનુસાર અલગ-અલગ સિનીયોરીટી લીસ્ટ તૈયાર કરીને બદલી કરવાની રહેશે.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો


  • જિલ્લા ફેરબદલી માટે શિક્ષક/વિદ્યાસહાયકે જે તે જિલ્લામાં જે તે વર્ષની ૩૧મી ડિસેમ્બર સુધી પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય અને વિદ્યાસહાયક પૂરા પગારી પાત્રતા ધરાવતો હોય તેવા શિક્ષક/વિદ્યાસહાયક ૧લી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધીમાં જિલ્લાફેર બદલીની અરજી કરવાની રહેશે.
  • જિલ્લાફેર બદલીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન માત્ર એક જ વખત મળી શકશે.
  • પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની સામે કોઈ તપાસ, ખાતાકીય તપાસ, પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલતી હોય ત્યારે તેવા ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષકની જિલ્લાફેર બદલીની માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહીં. પરંતુ જિલ્લામાં આંતરીક બદલી થઈ શકશે. અને તેની વિગતો જે તાલુકામાંથી નિરીક્ષક/તાલુકા વિકાસ અધિકારીએ શિક્ષકની બદલી જે તાલુકામાં થતી હોય તે તાલુકાના તાલુકા કેળવણી નિરીક્ષક/તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની રહેશે.
  • જે તે વર્ષની શ્રેયાન યાદી પુરી થયા બાદ જ ત્યાર પછીના વર્ષની શ્રેયાન યાદીમાંથી જિલ્લાફેરની નિમણૂંકો આપવાની રહેશે.
  • જિલ્લાફેર બદલી માટે એક વખત કરવામાં આવેલ અરજીને કાયમી રાખવાની રહેશે અને જિલ્લાવાર ફેરબદલી અંગે શિક્ષકોની વર્ષવાર શ્રેયાનતા અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.

ધોરણ 1 થી 8 ની SCE PATRAK ડાઉનલોડ કરો PDF અને EXCEL ફાઈલમાં

  • જિલ્લાફેર બદલીની કાર્યવાહી જાહેર કેમ્પ દ્વારા કરવાની રહેશે. કેમ્પમાં જિલ્લાની તમામ ખાલી જગ્યાઓ ઉપર ક(3)માં જણાવ્યા પ્રમાણે વિભાગ મુજબ નોટીસ બોર્ડ ઉપર દર્શાવવાની રહેશે. કેમ્પમાં ઉપસ્થિત ન રહેનાર ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષકનો ક્રમ કાયમી રદ ગણી ત્યાર પછીના સિનિયોરીટી/શ્રેયાનક્રમ વાળા ઉચ્ચ પ્રાથમિક પ્રાથમિક શિક્ષકની બદલી કરવાની રહેશે. જો શિક્ષક જિલ્લાફેર બદલીમાં ગેરહાજર રહે અને તેનો ક્રમ રદ થાય તો તે શિક્ષક પુનઃ અરજી કરી શકશે અને નવા ક્રમ મુજબ જ્યારે ક્રમ આવે ત્યારે લાભ મેળવી શકશે.
  • જિલ્લાફેર બદલી અન્વયે શિક્ષકોને છૂટા કરતાં પહેલાં તેમની પાસેથી મકાન બાંધકામ પેશગી સિવાય,અન્ય સરકારી લેણાની વસૂલાત કરી લેવાની રહેશે. મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાતની વિગતો શિક્ષકોના એલ.પી.સી માં દર્શાવવાની રહેશે તથા એચ.બી.એ. ની મૂળ ફાઇલ બદલીવાળા જિલ્લાને મોકલી આપવાની રહેશે.
  • જિલ્લાફેર બદલીમાં ૩૧ ડિસેમ્બરે ૫૩ વર્ષની ઉંમર પછી અરસ-પરસ જિલ્લાફેર બદલીનો લાભ મળી શકશે નહિં.
  • અરસ-પરસ જિલ્લા ફેરબદલીમાં સંકળાયેલા બંને પ્રાથમિક શિક્ષકોની નોકરી અરજીની તારીખે પાંચ વર્ષની થયેલી હોવી જોઇશે.

દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.

➡ શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩

➡ સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી

➡ સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી

➡ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક ની બદલીના નિયમો.

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો તારીખ:- ૨૩/૦૫/૨૦૧૨ નો ઠરાવ

 ➡ તાલુકા આંતરિક ફેરબદલી કેમ્પમાં હાજર તથા છુટા થવા માટેના જરૂરી પત્રકો.

  • હાજર રીપોર્ટ, છુટા થયા રીપોર્ટ તથા જરૂરી પ્રમાણપત્ર  Download

➡ જીલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો

  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (બોટાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ) Download
  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (Word File) Download
  • જીલ્લા ફેરબદલી અરજી સાથે રાખવાનું પત્રક Download
  • સામેના જીલ્લામાં કોઈપણ સ્થળે જવાની બાહેધરી Download
  • જીલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર Download
  • દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્ર Download
  • જીલ્લા ફેરબદલી અરજી તબદલી કરવા માટેનું ફોર્મ Download
  • અરસ પરસ જીલ્લા ફેરબદલી માટેનું સંમતિ પત્રક Download

Post a Comment

0 Comments