Bottom Article Ad

'Nurture Your Excellence' - competitive Exam Book In pdf

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમદાવાદ દ્વારા સંપાદિત અને પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક.

‘Nurture Your Excellence’ – competitive Exam Book Front Page.

               હાલના સમયમાં જયારે સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ ખુબ જ વધતું જાય છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સારા સાહિત્યની ઉપયોગીતા પણ ખુબજ વધતી જાય છે. જેમાં આ પુસ્તક પ્રાથમિક શાળાના બાળકોને તો ખુબ જ ઉપયોગી છે જ સાથે સાથે સરકારી નોકરી માટેની તૈયારી કરતા ઉમેદવારો માટે તેમજ TAT, TET, HTAT, AEIAT, TPEO વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ આ પુસ્તક ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. આ પુસ્તકમાં ધોરણ 6 થી 8 ના ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના તમામ એકમોના ઓબ્જેક્ટીવ પ્રશ્નો આપવામાં આવેલ છે. આ પુસ્તકના ઉપયોગથી ધોરણ 6 થી 8 આ વિષયોના તમામ મુદ્દા અંગે માહિતી સરળતાથી, ઝડપથી અને રસપ્રદ રીતે મળી શકે છે. 

શિક્ષક સજ્જતા કસોટીનું તમામ મટીરીયલ ડાઉનલોડ કરો.

શિક્ષક સજ્જતા કસોટીની તૈયારી માટેના વિડીયો નિહાળો

Click Here

🠊 પુસ્તક વિષે.

    • 🠊 આ પુસ્તકના આગત્યની બાબતો આ મુજબ છે.
    • આ પુસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ (એલીસબ્રીજ, શાળા નં.-૧૦, નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૯, Website: www.amcschoolboard.org) દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
    • વિદ્યાર્થીઓ જાતે શોધખોળ કરે, વર્ગીકરણ કરે, તુલના કરે, જાતે ઉદાહરણ આપે, પોતાની જાતે શોધે અને સુધારે તેમજ શીખેલ બાબતોને વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરી શકવા સક્ષમ બને તે હેતુથી આ પુસ્તિકા તૈયાર કરવામાં આવેલ છે.
    • ધોરણ – 8 માં વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS ની પરીક્ષા તેમજ રાજ્યકક્ષાએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થી સારો દેખાવ કરે તે માટે વધારાનો મહાવરો પૂરો પડવો તે આ પુસ્તિકાનો હેતુ છે.
    • આ પુસ્તકના મહાવરાને અંતે બાળકમાં રહેલી વિષય સંબંધિત વિશેષ પ્રતિભા બહાર આવશે તે ઇચ્છનીય છે.
    • આ પુસ્તકના મુખ્ય બે ભાગો છે.  
    • વિભાગ -1 : માનસિક ક્ષમતા કસોટી (Mental Ability Test)
    • વિભાગ -1 માં કુલ 18 પ્રકરણ તથા એક જવાબનું પ્રકરણ આપવામાં આવ્યું છે.
    • વિભાગ -2 : શાળાકીય યોગ્યતા કસોટી (Schoolastic Aptitude Test)
    • વિભાગ -2 માં ગણિત વિષયના ધોરણ-6 ના 14 પ્રકરણ, ધોરણ-7 ના 15 પ્રકરણ, ધોરણ -8 ના 16 પ્રકરણ છે.
    • વિભાગ -2 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ધોરણ-6 ના 16 પ્રકરણ, ધોરણ-7 ના 18 પ્રકરણ, ધોરણ -8 ના 18 પ્રકરણ છે.
    • વિભાગ -2 માં સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-6, ધોરણ-7 અને ધોરણ -8 ના એક-એક પ્રકરણ છે.
  • આ પુસ્તકમાં માન. શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માન. શિક્ષણમંત્રીશ્રી (રાજ્યકક્ષા) વિભાવરીબેન દવે, મેયર, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન, શ્રીમતી બીજલ પટેલ, સચિવશ્રી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, ડૉ. વિનોદ રાવ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર, શ્રીમતિ પી. ભારતી (IAS), પ્રાથમિક શિક્ષણ નિયામક, ડૉ. એમ.આઈ. જોષી (G.E.S.), નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર, ડૉ. ટી.એસ.જોષી, ચેરમેનશ્રી, રાજ્યપરીક્ષા બોર્ડ, ગાંધીનગર, શ્રી પી.એ. જલુ દ્વારા શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ છે.
  • આ પુસ્તકનું મુખપૃષ્ઠ મળીને કુલ 408 પેજ આપેલ છે.
  • આ પુસ્તકમાં ગણિતના દરેક પ્રકરણની શરૂઆતમાં પ્રકરણના તમામ મુદ્દાઓ વિષે વિસ્તૃત સમજુતી સમજૂતી આપવામાં આવેલ છે.
  • ત્યારબાદ સ્વાધ્યાય કાર્યમાં મુહાવરા માટે વિવિધ પ્રશ્નો આપવામાં આવેલ છે.
  • વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય તથા સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણમાં ઓબ્જેક્ટીવ પ્રશ્નો આપવામાં આવેલ છે. વિષયના પ્રશ્નોના અંતે તેના જવાબ પણ આપવામાં આવેલ છે.
  • આ પુસ્તકના પ્રેરક : શ્રી પંકજસિંહ બી. ચૌહાણ, ચેરમેન તથા શ્રીમતી ભગવતીબહેન બી. પટેલ, વાઈસ ચેરમેન છે.
  • આ પુસ્તકના માર્ગદર્શક: ડૉ. એલ.ડી.દેસાઈ, શાશાનાધિકારી છે.
  • આ પુસ્તકના નિર્માણ આયોજકસંપાદક : શ્રી દિનેશકુમાર એ. દેસાઈ, મદદનીશ શાસનાધિકારી છે.
  • આ પુસ્તકના સંયોજક : શ્રી રાધાબહેન બી. યાદવ, સુપરવાઈઝર, પશ્ચિમ ઝોન, શ્રી સ્નેહલબહેન બી. મોદી, સુપરવાઈઝર, પશ્ચિમ ઝોન, શ્રી, કિશનસિંહ એફ. રાઠોડ, સુપરવાઈઝર, ઉત્તર ઝોન છે.
  • આ પુસ્તકના લેખક : સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમના કોર ટીમના સભ્યશ્રીઓ છે.
  • સંપાદક : શ્રી રોનક કે. પટેલ, ઉ.શિ., નવાવાડજ ગુજ. શાળા નં. ૧, શ્રી ઉર્વીશ આઈ. પટેલ, ઉ.શિ., કેશવનગર ગુજ. શાળા નં. ૧, શ્રી મનીષ પી. પટેલ, ઉ.શિ., શાહીબાગ ગુજ. શાળા નં. ૧, શ્રી હર્ષદ એચ. પટેલ, ઉ.શિ., મહાત્મા ગાંધી આશ્રમ શાળા નં. ૧ અને શ્રી દુષ્યંત વી. પટેલ, ઉ.શિ., નારણપુરા ગુજ. શાળા નં. ૧ છે.

                        Assistant Education Inspector (મદદનીશ શિક્ષણ નિરીક્ષક) R.R. બાબત.

                        જાણો 

                        ‘Nurture Your Excellence’ – competitive Exam Book In pdf

                        CLICK HERE TO DOWNLOAD

                        Post a Comment

                        0 Comments